Gerund
->Gerund(કૃદંત):-
સામાન્ય રીતે વાક્યરચનામાં બે પ્રકારના કૃદંત વપરાય છે:(1)વર્તમાન કૃદંત(Present Participle) (2)
ભૂતકૃદંત (Past participle)
(1)વર્તમાનકૃદંત :- ક્રિયાપદને ing લગાડવાથી વર્તમાન કૃદંત બને છે.સામાન્ય રીતે આપણે ચાલુંકાળમા
ક્રિયાપદ ને ing લગાડીએ છીએ.પરંતુ વર્તમાન કૃદંતના ખાસ બે ઉપયોગ છે.
(A) નામ તરીકે:- વર્તમાન કૃદંત નામ તરીકે આવતું હોય છે ત્યારે તે સામાન્ય રીતે કર્તા તરીકે આવતું હોય
છે.જેના પછી સીધું મુખ્યાક્રિયાપદ કે સહાયક ક્રિયાપદ આવે છે. ક્રિયાપદ પછી કર્મ તરીકે પણ નામના
અર્થમા કૃદંત આવે છે.
e.g.->I know dancing.
-> Swimming is the best exercise.
અહિયા Swimming પછી ‘is’ સહાયકારક ક્રિયાપદ વપરાયું છે. ક્નોવ્ પછી dancing વપરાયું તે કર્મ
સૂચવે છે.
(B)વિશેષણ તરીકે:- વર્તમાન કૃદંત નો ઉપયોગ વિશેષણ તરીકે થાય ત્યારે તે નામની આગળ અથવા
પાછળ આવે છે. એટલે કે તેના દ્વારા નામના અર્થમાં વધારો થાય છે.
e.g. -> A charming girl is behind me.
-> I saw a person playing in the garden.
અહિયા તમે જોશો કે ‘charming’ ‘playing’ દ્વારા તેના નામના અર્થમાં વધારો થાય છે. આવી
રીતે લખતા, વાચતા, ખાતા, ખવરાવતા વગેરે શબ્દો વર્તમાન કૃદંત બની જાય છે.અને આથી આવા
ક્રિયાપદોને ing લગાડવાથી વર્તમાન કૃદંત બની જાય છે.અને તે કૃદંત તરીકે અથવા ‘Participle in
phrase’ તરીકે આવે છે.
(2)ભૂત કૃદંત :-ક્રિયાપદને ‘ed’ પ્રત્યેય લગાડવાથી સામાન્ય રીતે ભુતકૃદંત બને છે. સામાન્ય રીતે
ભુતકૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે થાય છે. જે વર્તમાન કૃદંતની જેમ નામના અર્થમાં વધારે કરે છે. આ
વર્તમાન કૃદંતની જેમ નામની આગળ અથવા પાછળ આવે છે. પણ અહિયા ક્રિયા થઇ ગયેલ છે તેવો ભાવાર્થ
સ્પષ્ટ થાય છે.
e.g -> I have broken chair.
->સામાન્ય રીતે વર્તમાન કૃદંત નામ તરીકે આવે ત્યારે તે ક્રિયાપદ આગળ અથવા ક્રિયાપદ પછી તરત જ
આવે છે.
->વર્તમાન કૃદંત વિશેષણ તરીકે આવે ત્યારે તે નામની આગળ અથવા નામ પછી આવે છે, જે નામના અર્થમાં
વધારો કરે છે.
->ભુતકૃદંત સામાન્ય રીતે વિશેષણ તરીકે આવે છે ત્યારે તે નામની આગળ અથવા પછી આવે છે. અહિયા ક્રિયા
થયેલ હોય તેવા સંદર્ભમાં ભૂતકૃદંત વપરાયેલ છે.
->preposition પછી સામાન્ય રીતે વર્તમાન કૃદંત આવે છે.
No comments:
Post a Comment